રવિવાર, 10 જૂન, 2012


                            
આજનો સુવિચાર:- કીર્તિ એ એવી તરસ છે જે ક્યારેય છીપાતી નથી.   — પ્રેમચંદ

હિન્દુ કેલેંડરની પૂનમ
આપણા હિન્દુ કલેંડરની દરેક પૂનમ શ્રેષ્ઠ ગણાય છે.
લોક વાયકા મુજબ રાજા રણછોડ પૂનમે હજરા હજૂર દેખાય છે. પૂનમે લાખો લોકો ચાલીને ડાકોરના રાજા રણછોડના દર્શનાર્થે જાય છે.
કારતકી પૂનમ [દેવદિવાળી] :- દેવોની દિવાળી તેમજ તુલસી વિવાહ
માગશર પૂર્ણિમા:- દત્ત જયંતિ તેમજ વ્રતની પૂનમ ગણાય છે.
પોષી પૂનમ:- શાકંભરી પૂનમ, માઘી સ્નાનપ્રારંભ
મહા પૂર્ણિમા:- વ્રતનો શ્રેષ્ઠ દિવસ.
ફાગણ પૂનમ:- હોળી
ચૈત્રી પૂનમ:- હનુમાન જયંતી
વૈશાખી પૂનમ:- બુદ્ધ પૂર્ણિમા
જેઠ પૂનમ:- વટ સાવિત્રી
અષાઠી પૂનમ:- ગુરુ પૂર્ણિમા
શ્રાવણી પૂનમ:- રક્ષાબંધન, ભાઈ બહેનના પવિત્ર બંધનનો દિવસ
ભાદરવા પૂનમ:- શ્રાદ્ધનો પ્રથમ દિવસ, શ્રાદ્ધની શરુઆત
આસો પૂનમ:- શરદ પૂનમ

ટિપ્પણીઓ નથી: